રીંગણનું શાક - Eggplant Recipe In Gujarati
સામગ્રી
૪ કપ સ્લાઇસ કરેલાં રીંગણાં
મીઠું, સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન હળદર
૩ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન રાઈ
૨ ટીસ્પૂન તલ
૧ ટીસ્પૂન મરચાં પાઉડર
૪ ટીસ્પૂન ચણાનો લોટ
એક ચપટીભર સાકર
૨ ટીસ્પૂન ટુકડા કરેલા કાજુ
૪ કિસમિસ
રીંગણનું શાક બનાવવાની રીત
» રીંગણાંની સ્લાઈસને ચાળણીમાં મૂકી તેના પર મીઠું અને હળદર છાંટી તેને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
> એક પહોળા નૉન સ્ટિક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને તલ નાંખો.
» જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં મરચાં પાઉડર, ચણાનો લોટ, સાકર, કાજુ અને કિસમિસ નાંખી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
> છેલ્લે તેમાં રીંગણાં મેળવીને સારી રીતે મિક્સ કરી લો. પૅનને ઢાંકી, મધ્યમ તાપ પર ૧૨ મિનિટ સુધી અથવા રીંગણાં બરાબર રંધાઈને નરમ થઇ જાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી રાંધી લો.
» ગરમ ગરમ પીરસો.
Tags:
Veg Recipes