સામગ્રી :
» ૨ કપ ચણાનો લોટ
» ૩ મોટી ચમચી ઓગાળેલું ઘી
» ૬ મોટી ચમચી દુધ
» ૧ કપ ઓગાળેલું ઘી
» ૧ ૧/૪ કપ સાકર
» ૨ મોટી ચમચી દુધ
» ૧ મોટી ચમચી ગુલાબજળ
» ૧/૪ મોટી ચમચી ઈલાયચીનો પાઉડર
» ૧/૪ મોટી ચમચી કેસર
» ૧/૨ મોટી ચમચી તેલ, ગ્રીસિંગ માટે
» ૧ મોટી ચમચી પિસ્તાંની કતરણ, છંટકાવ માટે
» ૧ મોટી ચમચી બદામની કતરણ, છાંટવા માટે
રીત :
» મોહનથાળ બનાવવા માટે એક બાઉલમાં કેસર અને ૧/૨ મોટી ચમચી ગરમ પાણી ભેગું કરો, સારી રીતે મિક્સ કરો અને બાજુ પર રાખો.
» એક ઊંડા બાઉલમાં બેસન, ૩ મોટી ચમચી ઓગાળેલું ઘી તથા ૩ મોટી ચમચી દુધ ભેગું કરો અને તમારી આંગળીનાં ટેરવાં વડે જ્યાં સુધી કોઈ ગઠ્ઠો ન રહે ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો.
» મિશ્રણને સરખું કરવા માટે તેને હળવા હાથે દબાવો. ઢાંકણ વડે ઢાંકીને ૩૦ મિનિટ માટે બાજુ પર રાખો.
» ગઠ્ઠાને તમારી આંગળીનાં ટેરવાં થી હળવા હાથે તોડી મોટાં છિદ્રોવાળી ચાળણીનો ઉપયોગ કરીને ચાળી લો.
» પિત્તળના વાસણમાં ઘીને ઊંચા તાપ પર ૧ મિનિટ સુધી ગરમ કરો.
» તેમાં ચાળેલા ચણાના લોટનું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ાંચ મિનિટ સુધી અથવા મિશ્રણ બ્રાઉન રગનું થાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધો.
» ત્યાર પછી ગેસ પરથી ઉતારી લો અને ૧૫ મિનિટ માટે ઠંડુ થવા દો.
» દરમિયાન, એક ઊંડા નૉન-સ્ટિક પૅનમાં સાકર અને ૧ કપ
પાણી ઉમેરી, મિક્સ કરી, સતત હલાવતા રહીને ૨ મિનિટ સુધી ધીમા તાપે પકાવો.
» તાપને એકદમ ધીમો કરો, જ્યારે તે ઉકળે ત્યારે તેમાં ૨ મોટી ચમચી દુધ ઉમેરો, મિક્સ કરો અને પછી મધ્યમ તાપ પર ૩થી ૪ મિનિટ સુધી હલાવતા રહી રાંધી લો. સાકરના મિશ્રણ પર તરે છે તે કચરો દુર કરો અને કાઢી નાખો.
» ગેસના તાપને ધીમો કરો અને ૭ મિનિટ સુધી રાંધો અથવા
જ્યાં સુધી ચાસણી ૧.૫ થ્રેડ સુસંગતતાની ન થાય ત્યાં સુધી
વચ્ચે-વચ્ચે હલાવતા રહો.
» ગુલાબજળ ઉમેરો અને મિક્સ કરો
» ઈલાયચીનો પાઉડર, કેસર-પાણીનું મિશ્રણ અને તૈયાર કરેલી સાકરની ચાસણીને ઠંડા કરેલા ચણાના લોટના મિશ્રણમાં ઉમેરીને બરાબર મિક્સ કરો અને જ્યાં સુધી મિશ્રણ ઠંડુ ન થાય ત્યાં સુધી હલાવતા રહો.
» બાકીનું ૩ મોટી ચમચી દુધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. » 200 મિમી. વ્યાસની થાળીને તેલ વડે ગ્રીસ કરો. તેમાં મિશ્રણ રેડો અને સપાટ તવેથાનો ઉપયોગ કરીને સરખી રીતે ફેલાવો.
» મોહનથાળ પર પિસ્તાં અને બદામની કતરણ સરખી રીતે છાંટો અને હળવા હાથે થપથપાવો.
» તેને ૧થી ૨ કલાક માટે સંપૂર્ણપણે ઠંડુંથવા માટે બાજુ પર રાખો.
» મોહનથાળને સમાન કદના ટુકડાઓમાં કાપીને પીરસો અથવા
એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.
Tags:
Mithai