મગની દાળ અને પાલકની ઈડલી - Moong Ki Dal Or Palak Ki Idli Recipe

Moong Ki Dal Or Palak Ki Idli Recipe, gujarati veg recipes, veg recipes in Gujarati


મગની દાળ અને પાલકની ઈડલી - Moong Ki Dal Or Palak Ki Idli Recipe 


સામગ્રી : 

» ૧/૨ કપ પીળી મગની દાળ, ૩ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલી
» ૩/૪ કપ અર્ધબાફેલી પાલક, સમારેલી
» ૩ લીલાં મરચાં, સમારેલાં
» ૧ મોટી ચમચી લો ફેટવાલું દહીં
» મીઠં, સ્વાદાનુસાર
» ૧/૨ મોટી ચમચી ખાવાનો સોડા
» ૧/૪ મોટી ચમચી તેલ, ચોપડવા માટે
» પીરસવા માટે સાંભાર અને નાળિયેરની પૌષ્ટિક ચટણી

રીત : 

» પીળી મગની દાળ, પાલક અને લીલાં મરચાં
મિક્સરના જારમાં મેળવી પાણીનો ઉપયોગ કર્યા
વગર સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
» આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લીધા પછી તેમાં
દહીં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
» ઇડલી બાફવાની તૈયારી પહેલાં ખીરામાં ખાવાનો
સોડા તથા ૨ મોટી ચમચી પાણી મેળવી લો.
» જ્યારે ખીરા પર પરપોટા દેખાવા માંડે ત્યારે તેને
હળવા હાથે મિક્સ કરી લો.
» હવે ઇડલીના દરક મોલ્ડમાં તેલ ચોપડી તેમાં ખીરું
રેડી સ્ટીમરમાં(steamer) ૧૦થી ૧૨ મિનિટ
સુધી અથવા ઇડલી બરોબર બફાઇ જાય ત્યાં સુધી
બાફી લો.
» જ્યારે ઇડલી સહેજ ઠંડી પડે ત્યારે તેને મોલ્ડમાંથી 
કાઢી સાંભાર અને ચટણી સાથે તરત જ પીરસો.

1 Comments

Previous Post Next Post